Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Trankhuniya Khetar (ત્રણખૂણિયા ખેતર)

Trankhuniya Field (English)

This sacred field is located to the south of Narayan Sarovar. A raised platform has been constructed here, upon which the divine lotus footprints of Shri Ghanshyam Maharaj have been installed. This field is popularly known as Trankhuniya Khetar (Three-Cornered Field).

 

Once, maize and chibda (a type of melon) were planted together in this field. While Bal Ghanshyam was working in the field, removing weeds, He noticed that there were more weeds than chibda vines. He thought that removing the weeds would result in many small creatures and insects being killed. Therefore, instead of removing the weeds, He began pulling out the chibda vines.

 

When Rampratap Bhai came to the field and became angry with Bal Ghanshyam, he raised his hand to strike Him. At that very moment, Shri Bal Ghanshyam revealed Himself to Rampratap Bhai in His divine four-armed form and manifested His supreme glory.

Overwhelmed by this divine vision and considering himself blessed, Rampratap Bhai asked Shri Bal Ghanshyam for forgiveness.

 

Thus, this Trankhuniya Field is a sacred and blessed place associated with the divine childhood pastimes of Shri Bal Ghanshyam.

ત્રણખૂણિયા ખેતર (Gujarati)

આ પ્રસાદીનું ખેતર નારાયણ સરોવરથી દક્ષિણ દિશાએ આવેલું છે. ત્યાં એક ઓટો બનાવીને તેના ઉપર શ્રી ઘનશ્યામમહારાજના ચરણાંવિંદ પધરાવવામાં આવેલાં છે. આ ખેતર ત્રણખુણીયા ખેતર તરીકે પ્રસિદ્ધ છે.

 

આ ત્રણખુણીયા ખેતરમાં એક સમયે મકાઈ અને ચીભડા ભેગા વાવેલા હતા. ખેતરમાં નીંદવાનું કામ કરતાં શ્રી બાળ ઘનશ્યામને લાગ્યું કે ચીભડાના વેલા કરતાં ઘાસ વધારે છે અને ઘાસ ઉખેડવાથી તો વધારે જીવજંતુઓ મરી જશે. માટે તેમણે ઘાસને બદલે ચીભડાના વેલા જ ઉખેડવાનું શરૂ કર્યું.

 

રામપ્રતાપભાઈ ખેતરે આવીને બાળ ઘનશ્યામ પર રીસ કરી તેમને મારવા માટે જેવો હાથ ઉગામવા ગયા, કે તે જ ક્ષણે શ્રી બાળ ઘનશ્યામે રામપ્રતાપભાઈને ચતુર્ભુજ રૂપે દર્શન આપી પોતાનું ઐશ્વર્ય બતાવ્યું.

 

આ દિવ્ય દર્શનથી પોતાની જાતને ધન્ય માનીને રામપ્રતાપભાઈએ શ્રી બાળ ઘનશ્યામની માફી માંગી.

આમ, શ્રી બાળ ઘનશ્યામની આ દિવ્ય લીલા સાથે જોડાયેલું આ ત્રણખુણીયા ખેતર અત્યંત પ્રસાદીનું અને પવિત્ર સ્થળ છે.