Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Shravan Talavadi (શ્રવણ તલાવડી)

Shravan Talavadi

The history of this lake is associated with King Dasharatha of Ayodhya and Shravan, the ideal son who was devoted to serving his parents. Shravan had set out on a pilgrimage carrying his blind parents in a kanwar. When he came to this lake to fetch water for his parents, he was accidentally struck and killed by an arrow shot by King Dasharatha, who had gone hunting.

 

Once, on the sacred day of Ekadashi, Shri Bal Ghanshyam, along with Shri Dharmadev, Bhaktimata, and His maternal uncle Vashram Tarvadi, came to Shravan Talavadi to bathe.

 

At that time, a holy man sitting on the bank of the lake would treat blind people with medicines after taking a large sum of money, enabling them to regain their eyesight. However, some blind people could not afford the treatment because they did not have enough money.

 

Out of His infinite compassion, Shri Ghanshyam Maharaj cast His merciful divine gaze upon all those blind people. Immediately, all of them regained their eyesight.

 

They all bowed at the feet of Shri Hari and offered Him heartfelt prayers and praises. Therefore, Shravan Talavadi is a sacred place blessed by the divine presence of Shri Hari.

શ્રવણ તલાવડી

આ તલાવડીનો ઇતિહાસ અયોધ્યાના રાજા દશરથ અને માતા-પિતાના આદર્શ સેવક પુત્ર શ્રવણના નામ સાથે જોડાયેલો છે. શ્રવણ જ્યારે પોતાના અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થાટન માટે નીકળેલા, ત્યારે આ તલાવડીમાં માતા-પિતા માટે પાણી ભરવા આવેલા. શિકારે નીકળેલા રાજા દશરથના તીરથી અકસ્માતે શ્રવણનું આ જગ્યાએ મૃત્યુ થયું હતું.

 

એક વખત એકાદશીના દિવસે શ્રી બાળ ઘનશ્યામ, શ્રી ધર્મદેવ-ભક્તિમાતા તથા મામા વશરામ તરવાડી બધા આ શ્રવણ તલાવડી ઉપર સ્નાનાર્થે પધારેલા.

 

એ સમયે આ તલાવડીને કિનારે એક બાવો મોટી રકમ લઈને સૂરદાસોને દવા આપીને દેખતા કરતો હતો. પરંતુ કેટલાક સૂરદાસો પૈસાના અભાવે આંખનો ઈલાજ કરાવી શકતા નહોતા.

 

પરમકૃપાળુ શ્રી ઘનશ્યામ મહારાજે કરુણાભાવે કરીને એ તમામ સૂરદાસો પર અમીદૃષ્ટિ કરી અને તરત જ બધા સૂરદાસો દેખતા થઈ ગયા.

 

બધાએ શ્રી હરિના પગે લાગીને ખૂબ સ્તુતિ કરી. તેથી આ શ્રવણ તલાવડી પ્રસાદીની છે.