Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Jiramari Lake (જીરામરી તળાવ)

Jiramari Lake

Once, on the sacred day of Makar Sankranti, Mother Earth worshipped Shri Hari and humbly prayed:

 

“O Compassionate Lord, O Ocean of Mercy, O Supreme Lord! You are the destroyer of pride. The burden of sin upon me continues to increase. Therefore, please destroy the sinners, firmly establish righteousness, and relieve me of this burden.”

 

At that very moment, Varun Dev, the deity of water, also appeared and prayed to Shri Hari:

 

“In Chhapiya’s Jirabhari Lake, some people with demonic tendencies are killing crocodiles, fish, and other aquatic creatures. After killing these creatures, they pile up their dead bodies along the bank of the lake.”

 

Hearing this prayer, Shri Hari immediately appeared on the bank of the lake and cast His divine gaze upon the dead creatures that had been piled up along its shore.

As soon as the divine gaze of the Supreme Lord fell upon them, all the creatures came back to life and returned to the waters of the lake.

 

As a result, the people who had been killing these living creatures began accusing one another of throwing the fish and other creatures back into the lake. They started fighting among themselves.

 

Their quarrel became so intense that they ultimately fought among themselves and died, bringing about their own destruction.

 

Thus, Shri Hari destroyed the people of demonic tendencies through His divine power.

Jirabhari Lake is located approximately two miles to the south of Chhapiya village.

જીરામરી તળાવ

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે એક વાર પૃથ્વીમાતાએ શ્રી હરિની સ્તુતિ કરીને અરજ કરી કે:

 

“હે દીનદયાળ, દયાના સાગર, હે ભગવાન! આપ તો ગર્વ ગંજન છો. મારા પર પાપનો બોજ વધતો જાય છે. માટે આપ પાપીઓનો નાશ કરી, ધર્મની સુપેરે સ્થાપના કરી મારા ઉપરનો આ ભાર હલકો કરો.”

 

તે જ સમયે વરુણદેવ પણ પ્રગટ થઈને શ્રી હરિને પ્રાર્થના કરવા લાગ્યા કે:

“છપૈયાના જીરાભારી તળાવમાં કેટલાંક આસુરીવૃત્તિ ધરાવતા લોકો મગર, માછલાં અને જીવજંતુઓને મારે છે અને જીવોને મારીને તળાવના કિનારા પર જ એ મરેલા જીવોનો ખડકલો કરે છે.”

 

આ વિનંતી સાંભળીને શ્રી હરિ તત્કાળ એ તળાવના કિનારે પ્રગટ થયા અને તળાવના કિનારે ખડકલો કરીને મૂકેલા મૃત જીવજંતુઓ પર દૃષ્ટિ કરી.

 

પરમાત્માની દૃષ્ટિ પડતાં જ તમામ જીવો સજીવન થઈને તળાવમાં પાછા જતા રહ્યા.

આમ થવાથી જીવહત્યા કરનાર આસુરીવૃત્તિવાળા લોકો પરસ્પર એકબીજા ઉપર માછલાં વગેરે પાછા તળાવમાં ફેંકી દેવાના આક્ષેપો કરી અંદરોઅંદર લડવા લાગ્યા. તેઓ એટલા બધા લડ્યા કે અંતે અંદરોઅંદર જ લડીને મરી ગયા અને નાશ પામ્યા.

 

આમ, શ્રી હરિએ પોતાની માયાથી આસુરીવૃત્તિવાળા લોકોનો નાશ કર્યો.

 

જીરાભારી તળાવ છપૈયા ગામથી દક્ષિણ દિશામાં આશરે બે માઈલના અંતરે આવેલું છે.